રાજપાલસિંહ પી.રાઠોડ

My photo
મંગળપુર {માલપુર}, ઞુજરાત, India
૯૯૨૫૩૫૦૨૭૧

Sunday 9 September 2012

જૂથકક્ષાનો વિજ્ઞાનમેળો




શિક્ષક દિનની ઉજવણી


ડૉ. રાધાકૃષ્ણન સર્વોપલ્લીની યાદમાં વિવિધ સ્કુલમાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.ભારતના બીજા રાષ્ટ્રપતિ, ભારતરત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના આજના જન્મદિને દેશભરમાં બાળકમાં સંસ્કારનું સિંચન કરતાં ગુરૂ એટલે કે શિક્ષકના પ્રદાનને બિરદાવી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. શિક્ષક દિને એક હોશિયાર વિદ્યાર્થીને શિક્ષક બનાવવામાં આવે અને એ ‘શિક્ષક’ અન્ય વિદ્યાર્થીઓને આજના દિન પૂરતું શિક્ષણ આપે અને ગુરુઓને પ્રણામ કરે.

Popular Posts

પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ

પ્રવેશ ઉત્સવ ૨૦૧૨ Slideshow: Rajpalsinh’s trip to Gandhinagar, Gujarat, India was created by TripAdvisor. See another Gandhinagar slideshow. Take your travel photos and make a slideshow for free.

ક્લીલ કરો અને બગીચામાં ફૂલો વાવો

મારું ગામનો નકશો

મારું ગામનો નકશો

વિશ્વ જળ દિન પાણી બચાવો

વિશ્વ જળ દિન  પાણી બચાવો
આજે વિશ્વ જળ દિન આજે વિશ્વ જળ દિન નિમિત્તે થીમ છે જળ અને ખાદ્ય સલામતી. યુનોએ પાણી બચાવવા માટે ખોરાકનો બગાડ અટકાવવા હાકલ કરી છે. અમદાવાદની સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ [સી ઈ ઈ ] સંસ્થાએ શોધ્યું છે કે, આપણા રોજના સવારના નાસ્તામાં ૪૦૩ લીટર પાણી વપરાય છે.આથી અમદાવાદમાં પણ આજે જળ દિન નિમિત્તે ખોરાક ન બગાડવા માટે જાગૃતિ ફેલાવવામાં આવશે. દુનીઆમાં કુલ ખોરાકમાંથી ૩૦ ટકા જેટલા ખોરાકને ઉપયોગમાજ નથી લેવાતો. ૨ પરોઠા, બટાકાની ભાજી, એક ગ્લાસ દૂધ અને એક કેળાને ભારતીય નાસ્તા તરીકે લીધો તો જાણવા મળ્યું કે, તેમાં ૪૦૩ લીટર જેટલું પાણી વપરાય છે. યુનોના સંશોધન પ્રમાણે ૧ કિલો ઘઉંમાં ૧૫૦૦ અને ચોખામાં ૩ થી ૫ હઝાર લીટર પાણી વપરાય છે.૧ કિલો મકાઈમાં ૯૦૦ લીટર, ૧ કિલો બીફમાં ૧૫૫૦૦ લીટર, ૧ સફરજનમાં ૭૦ લીટર, ૧ બ્રેડમાં ૪૦ લીટર, ૧ બટાટામાં ૨૫ લીટર, ૧ કપ ચામાં ૩૫ લીટર, ટામેટામાં ૧૩ લીટર, હેમ્બરગરમાં ૨૪૦૦ લીટર, બટાકા ચિપ્સ બેગમાં ૧૮૫ લીટર, ૧૦૦ ગ્રામ ચિકનમાં ૪૩૩ લીટર અને એક ઈંડામાં ૧૩૫ લીટર પાણી વપરાય છે.ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે. [

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ

બાળમેળો ૨૦૧૨

Rajpalsinh Rathod 3 Slideshow: Rajpal.rathod’s trip to Gandhinagar, Gujarat, India was created by TripAdvisor. See another Gandhinagar slideshow. Create a free slideshow with music from your travel photos.

પંતગ મહોત્સવ ૨૦૧૨

Rajpalsinhrathod1 Slideshow: Rajpalsinh’s trip to Gandhinagar, Gujarat, India was created by TripAdvisor. See another Gandhinagar slideshow. Create your own stunning free slideshow from your travel photos.
Sabarkantha (Himatnagar) google satellite maps

આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?

આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?
તમારા બાળકો તમારા નથી એ તો જીવનના, પ્રકૃતિના, સૃષ્ટિના સંતાનો છે. – ખલીલ જિબ્રાન. ખલીલ જિબ્રાન વરસો અગાઉ આ સુંદર વાત કરી ગયો, પણ આપણે રેસમાં દોડીએ છીએ અને રેસમાં દોડતી વખતે લક્ષ્ય દેખાય, દોડવાના તોર તરીકા તરફ દુર્લક્ષ્યજ સેવાય. આવા સુંદર વિચારો વાંચીએ ન વાંચીએ ત્યાં તો તમારા ચિરાગે રોશનની શાળાથી ફોન આવે છે: ‘તમારા બાબાને સમજાવો કે તોફાન ન કરે…બિલકુલ લખતો નથી… કંઈક કહેવા જઈએ તો સામે દલીલો કરે છે…’ હવે ખલીલ જિબ્રાન જાય છે કચરાપેટીમાં અને શરુ થાય છે તમારા દેવના દીધેલને સીધો કરવાના અખતરા-પેંતરા. હોસ્ટેલમાં મુકી દેવાની ધમકી જેટલી વાર બોર્નવીટા પીવરાવો છો એના કરતા વધારે વાર તો તમે આપી જ ચુક્યા છો, અને એક દિવસ ટેંણિયુ સંભળાવી દે છે: મુકી દે હોસ્ટેલમાં …તારી કચકચથી તો છુટકારો મળશે…!વરસો વરસથી બાળ ઉછેરના પુસ્તકો ધાર્મિક પુસ્તકોની જેમ લખાય છે, વંચાય છે. ઉપરથી બાળ ઉછેરના પુસ્તકો વાંચ્યા પછી બાળકોનું તો આવી જ બન્યુ છે. એક બાળક રડતું હતું એટલે બીજાએ કારણ પુછ્યું તો કહે, ‘આજે મારી મમ્મી બાળ ઉછેરનું નવું પુસ્તક લાવી છે…અને મને વિશ્વાસ છે કે અખતરા મારી ઉપર જ થવાના છે.’ મિત્રો, તમને નથી લાગતું કે બાળ ઉછેરના પુસ્તકોનું સાચુ ટાઈટલ તો ‘માતા-પિતા ઉછેરના પુસ્તકો’ એવું હોવું જોઈએ? જે કરવાનું છે તે સભાનપણે આપણે કરવાનું છે, આપણી અજાણપણે થઈ ગયેલી ભુલોના પરીણામો એ નહીં! એક તો મા-બાપ બનવા માટે કોઈ ખાસ આવડત/ લાયકાતની જરુર નથી. કલેક્ટર ઓફિસના ક્લાર્ક બનવું હોય તો સ્ટેનો, ટાઈપ, કમ્પ્યુટર…અને બીજું ઘણું બધુ આવડવું જોઈએ, પણ મા-બાપ તો કોઈ પણ એરો ગેરો નથ્થુરામ બની શકે છે! વાત વિચારવા જેવી તો ખરી જ કે આખરે બાળકોને શા માટે ભણાવીએ છીએ? કિંતુ આ પ્રશ્ન પહેલા પણ એક પ્રશ્ન ઉદભવવો જોઈએ: આખરે આપણે બાળકોને પેદા શા માટે કરીએ છીએ? લગ્ન કર્યાને ઠરીઠામ થયા ન થયા હોઈએ, પ્રોબેશન પિરિઅડ માંડ માંડ પતવા આવ્યો હોય ત્યાં તો શાંતાબેનો અને કાન્તાબેનો કોરસરુપે ગણગણવાનુ શરુ કરી દેશે: હવે ઘોડીયું ક્યારે બાંધો છો મારા લાલ? પ્રથમ પ્રશ્નેજ આંખ મીંચી દીધી છે એટલે બીજો સવાલ- ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’- ઉત્પન થવાનો સવાલજ નથી. હંજુ કુંવરે માંડ માંડ ગડથોલીયા ખાવાનું બંધ કર્યુ ન કર્યુ હોય ત્યાં તો એને પ્લે ગ્રુપના ગડથોલીયા ખવરાવવાનુ શરુ કરી દઈએ છીએ. હજુ તો માંડ માતૃભાષાનુ ધાવણ હોઠે ચડ્યું ન ચડ્યું ત્યાં તો પરદેશી ભાષાના ઈંજેક્શન મારવાનું શરુ! શાળાઓ એક કામમાં માહેર છે: સપનાઓનો વેપલો કેવી રીતે કરવો…તમારી ગુડિયાને જેક એન્ડ જીલ ગોખાવી ગોખાવી ગવડાવે છે…કારણ કે તમારી ગુડીયા એમના માટે એક પ્રોડક્ટ છે…ચાર જણા વચ્ચે જો એનું ટ્વીંકલ ટ્વીંકલ ઝાંખુ પડી જશે તો તમારી આબરુના લીરેલીરા તો ઉડશે જ પણ તરત પ્રશ્ન પુછાશે કે કઈ શાળામાં ભણે છે? તમારું બાળક સ્કુલની જાહેરખબરનું માધ્યમ છે અને એ પણ એમની જાહેરાત કરવાના પૈસા તગડી ફી રૂપે તમે આપો છો મારા ગિરધારીલાલ… અરે બાળકની નૈસર્ગિક શક્તિની વાતો કરનારાઓ તમને ખબર છે ખરી કે શક્તિ શું ચીજ છે? શાળાઓ માટે તમારો નન્દકિશોર એક રોલ નંબર છે જેને એક રૂમનંબરમાં બેસાડવામાં આવે છે અને ક્વચિત જેમ કેદીને ટ્રાન્સફર વોરંટ ઉપર એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવામાં આવે છે તેમ એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જવાય છે. કવિ રઇશ મનીઆર કહે છે એમ, “પંખી તો બચ્ચાને ઉડતાં શીખવે અને માણસ…બચ્ચાને આપે પીંજરું…મૂડલેસ રહેતું તે મૂંજી ગણાતું બાળ, મૂડમાં રહે ટપોરી…સે સૉરી! માય સન, સે સૉરી!” જો વાત ખરેખરી કુદરતદત શક્તિઓની જ હોય તો તમે જ કહો હે દામિનીબેન, એવું તો કેવી રીતે બને કે દરેકને આર્ટ એન્ડ ક્રાફ્ટ માં રસ પડવો જ જોઈએ? એવું શક્ય છે કે તમને ચાઈનીઝ બનાવવાની મઝા આવતી હોય તો યામિનીબેનને પણ ચાઈનીઝ બનાવવાની મઝા આવે જ આવે? એક અદભુત નિયમોની દુનિયામાં જીવીએ છીએ કે જયાં આપણા ગમા-અણગમાને આપણા વ્યક્તિત્વનો હિસ્સો માની લઈએ છીએ અને બાળકના ગમા-અણગમાને એના વ્યક્તિત્વ વિકાસમાં આડખીલી રૂપ બાબત! આ છે અબજો મા-બાપોની ગજબ કહાની! અને હમણાં હમણાં નાક લુંછવા માટે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરતા શીખેલી મમ્મીઓને તાલીબાની ઝનૂન છે એમના બાળકો માટે. ઓબ્સેશન એટલે શું એ ડિક્ષનરીમાં નહીં કોઈ પણ તાજી બનેલી મમ્મીને જોઈએ એટલે વગર ભાષાએ સમજાઈ જાય. બધાને બધું આવડવું જ જોઈએ એ માનસિકતાને કયું નામ આપીશું? જે મા-બાપો માને છે કે તેમના ટેણિયાને બધુ જ આવડવું જોઈએ એ બધા બુધ્ધુઓને એક લાઈનમાં ઉભા રાખી તમંચાને ધડાકે દોડાવવા જોઈએ અને એ પણ સ્પષ્ટ સુચના સાથે કે રેસમાં બધા પહેલા નંબરે આવવા જોઈએ! જો જો શું હાલત થાય છે…ફાંદ રબ્બરના દડાની જેમ ઉછળતી હશે પ્રવિણભાઈ તમારી અને મણીબેન તમે પંદર ડગલા દોડીને સન્યાસ લઈ લેશો સન્યાસ… આવ્યા મોટા બધું આવડવા વાળા… ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’ – જો આ ધ્રુવ પ્રશ્ન વિશે દરરોજ સવાર, બપોર અને રાત્રે એક એક ચમચી પણ ચિંતન કરવામાં આવે તો એ તમારા ધ્વારા તમારા બાળકને આપવામાં આવતી સુંદરતમ સોગાદ હશે. ડૉ. રઇશ મનીઆરના સાલસ શબ્દોમાં કહીએ તો, “પ્રશ્ન ઉદ્ભવશે તો ઉત્તર આપોઆપ મળશે”. આ લેખનું ટાઈટલ તેમનું પુસ્તક ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’ની બેઠ્ઠે બેઠ્ઠી સાભાર કોપી છે. “બાળકો શરુઆત કરે છે મા-બાપને ચાહવાથી, થોડાક મોટા થાય છે એટલે એમનું મુલ્યાંકન કરવાનુ શરુ કરે છે… અને ભાગ્યે જ, જો કરી શકે તો, એમને માફ કરે છે…” -ઓસ્કાર વાઈલ્ડ

હોળી

હોળી
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે. હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે. આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે.

વન પ્રવાસ-2012

Your Slideshow Title: Me’s trip from Gandhinagar, Gujarat, India to Gandhidham was created by TripAdvisor. See another Gandhidham slideshow. Create a free slideshow with music from your travel photos.

વિકિપીડિયા

પ્રવાસ -2012

Your Slideshow Title: Me’s trip to Gandhinagar, Gujarat, India was created by TripAdvisor. See another Gandhinagar slideshow. Create a free slideshow with music from your travel photos.

15-8-2009

Indence Day -2010 Slideshow: Rajpalsinh’s trip from Gandhinagar, Gujarat, India to Ahmedabad was created by TripAdvisor. See another Ahmedabad slideshow. Create your own stunning free slideshow from your travel photos.